તમારું ઇમેઇલ એકાઉન્ટ છે? તમારી પોતાની વેબસાઇટ છે? પોતાની વેબસાઇટની ઇચ્છા છે? મોટા ભાગે તમારો જવાબ હા-ના-હા હશે.
વાત અટકે છે પોતાની વેબસાઇટ બનાવવા માટે જરૂરી ટેકનિકલ નોલેજ અથવા તો વેબસાઇટ ડેવલપરને ચૂકવવી પડતી ફીનો મુદ્દો આવે ત્યાં.
હવે જાણકારી કે રૂપિયા - આ બંનેના અભાવે પોતાની વેબસાઇટનું તમારું સપનું રૂંધાશે નહીં. પહોંચી જાવ www.webs.comપર. સાઇટના દાવા મુજબ, જો તમને ઇમેઇલ મોકલતાં આવડતું હોય તો આ સર્વિસનો ઉપયોગ કરીને તમે તમારી વેબસાઇટ બનાવી શકો છો. મતલબ કે જાણકારીનો તો અહીં છેદ ઊડી ગયો અને આ સર્વિસ બિલકુલ મફત છે!
વર્ષ 2000માં અમેરિકામાં હજી ભણતા ત્રણ ભાઈઓને વિચાર આવ્યો છે અત્યારે જેમ દરેક પાસે ઇમેઇલ છે તેમ દરેકની વેબસાઇટ પણ બનવાની જ. પછી આગળ વિચાર્યું કે આપણાં મમ્મી પણ વેબસાઇટ બનાવી શકે એટલું સહેલું આ કામ કરી નાખીએ તો લોકો આપણી સર્વિસનો લાભ લે. અત્યારે 2009માં, સાઇટના દાવા મુજબ 2 કરોડ લોકોએ આ સર્વિસની મદદથી સાઇટ બનાવી છે અને દર મહિને 20,000 નવી સાઇટ ઉમેરાતી જાય છે (આંકડા જરા વધુ પડતા મોટા લાગે છે, કેમ?).
હકીકતમાં આ આંકડા ઓછા હોય તો પણ, વેબ્સની મદદથી તમે શું શું કરી શકો એ તપાસો તો લાગે કે આ સર્વિસ લોકપ્રિય થાય તેમાં નવાઈ નથી. અહીં તમે અંગત, ગ્રુપ્સ કે બિઝનેસના ઉપયોગ માટેની સાઇટ બનાવી શકો છો. સર્વિસ બે પ્રકારની છે - એક બિલકુલ ફ્રી અને બીજી પેઇડ. ફ્રીમાં સ્વાભાવિક રીતે નિયંત્રણો છે, જેમ કે તમારા વેબએડ્રેસમાં વેબ્સનું છોગું ઉમેરાયેલું હોય, વધુમાં વધુ 20 પેજની સાઇટ બને, સાઇટ પર એડ્સ આવે, વગેરે. પેઇડ સર્વિસમાં આ બધાં લિમિટેશન દૂર થઈ જાય. પણ ફક્ત ‘નેટ પર જરા હાથ સાફ કરવો હોય’ તો આટલી તકલીફ ચલાવી લઈ શકાય.
તમારી પોતાની સાઇટ બનાવવા માટે સૌથી પહેલાં સાઇટ પર જઈને તમને ગમે તે સાઇટએડ્રેસ પસંદ કરો અને સાથે તમારો એક પાસવર્ડ સિલેક્ટ કરી લો. આગળ વધશો એટલે ઇમેઇલ એડ્રેસ, જન્મતારીખ વગેરે જેવી 5-6 પ્રકારની માહિતી આપતાં તમારું એકાઉન્ટ બનશે. વધુ આગળ વધતાં, તમારી સાઇટનું ટેમ્પ્લેટ (એટલે કે ડિઝાઇન) પસંદ કરો. પસંદગી માટે 300, શરતો સ્વીકાર્ય છે એવું કહેતા બટન પર ક્લિક કરો અને તમારી સાઇટ તૈયાર કરવા માંડો. જેટલી ડિઝાઇન મળશે. પછી તો બસ
આગળનું કામ ખરેખર સહેલું છે - ખરેખર તો કશું કામ છે જ નહીં, તમારી સાઇટ પર તમારે શું શું બતાવવું છે એ કહેતા રહો અને જ્યાં જરૂર લાગે ત્યાં થોડી ટેક્સ્ટ ટાઇપ કરી લો એટલે તમારી સાઇટ તૈયાર!
તમારી સાઇટ પર તમે ફોટો આલ્બમ્સ અને વિડિયોઝ અપલોડ શૅર કરી શકો છો, બ્લોગ્સ અને ફોરમ બનાવી શકો છો અને ઇચ્છો તો તમારી પસંદગીના લોકો પૂરતી જ સાઇટ શૅર કરી શકો છો. સ્મોલ બિઝનેસ માટે ઇકોમર્સ સાથે ઓનલાઇન સેલિંગની વ્યવસ્થા પણ થઈ શકે છે અને મલ્ટીપલ ઇમેઇલ્સ પણ કરી શકાય.
ટૂંકમાં ઇન્ટરનેટ સાથે થોડો થોડો મનમેળ કરવો હોય કે ‘કેમ છો, મજામાં?’ કરવું હોય તો આ સર્વિસ ખોટી નથી. એક વાર ફાવટ આવી ગઈ તો પછી લગભગ આ જ બધાં કામ કરી આપતા બ્લોગર કે વર્ડપ્રેસ જેવાં બ્લોગિંગ પ્લેટફોર્મ (એ પણ ફ્રી જ છે!) તો તૈયાર છે જ તમને આવકારવા માટે!