મિત્રો, તમે તમારું કમ્પ્યુટર જ્યારે ઓન કરો છો ત્યારે જો શરૃ થવામાં એક મિનિટ કરતાં પણ વધારે સમય લાગે તેમજ કમાન્ડ આપ્યા બાદ વિન્ડો ૧૦ સેકન્ડ સુધી ઓપન ન થાય તો સમજવું કે તમારું કમ્પ્યુટર બીમાર છે એટલે કે સ્લો ચાલે છે.
જો મેમરીમાં હશે દમ તો બધી ઝંઝટ ખતમમોટાભાગે RAMની કેપેસિટી ઓછી હોવાના કારણે અને વર્કલોડ સતત વધતું રહેવાથી કમ્પ્યુટરની સ્પીડ ઓછી થઈ જાય છે. એટલા માટે આપણા વપરાશના અનુકૂળે RAMની કેપેસિટી વધારવી જોઈએ. સામાન્ય રીતે ફોટોશોપ, વીડિયો પ્લેયર જેવી એપ્લિકેશન સ્પેસની ભૂખી હોય છે.
અહીં કામ કરવાથી મેમરીમાં સ્પેસ ઓછી થઈ જાય છે. આ દરમ્યાન જ્યારે કોઈ સોફ્ટવેર પર કામ કરવામાં આવે છે ત્યારે કમ્પ્યુટર હેન્ગ અને સ્લો થવાનો ભય રહે છે. જો 2 GB RAM, ૩ મેગાહર્ટ્ઝની સ્પીડમાં ચાલવાવાળું સીપીયુ અને ૧૬૦થી ૩૨૦ GBહાર્ડ ડિસ્કવાળું કમ્પ્યુટર હોય તો તેમાં કમ્પ્યુટર હેન્ગ અને સ્લો થવાનો ભય ઓછો રહે છે. આવા કમ્પ્યુટર પર જનરલ પ્રોગ્રામ્સની સાથે ઇન્ટરનેટથી કન્ટેટ ડાઉનલોડિંગ સાથે ઓડિયો-વીડિયો પ્રોગ્રામ્સને પણ ચલાવી શકાય છે.
સ્લો કમ્પ્યુટરથી બચવાના સરળ ઉપાયો
* તમારા કમ્પ્યુટરના સી ડ્રાઇવમાં ઓછામાં ઓછી ૩૦૦થી ૫૦૦ એમબી ફ્રી સ્પેસ હોવી જરૃરી છે. આ જોવા માટે માય કમ્પ્યુટર પર ક્લિક કરીને જેમાં સી ડ્રાઇવ લખ્યું હોય છે ત્યાં તેની સામે સ્પેસની જાણકારી મળે છે.
* જો સી ડ્રાઇવમાં સ્પેસ ફુલ હોય તો તેમાં રહેલી નકામી ફાઇલ અને પ્રોગ્રામ્સને ડીલિટ કરી નાખવા જોઈએ.
* જો સી ડ્રાઇવની મેમરીમાં ૨૫૬ એમબીથી ઓછી સ્પેસ વધી હોય તો ગેમ્સ ડાઉનલોડ ન કરવી જોઈએ.
* હાર્ડ ડ્રાઇવને અરેન્જ કરવા માટે મહિનામાં એક વાર ફ્રેગમેન્ટરનો ઉપયોગ કરવો જોઈએ. તે તમારી હાર્ડ ડિસ્કમાં સેવ કરેલી અસ્તવ્યસ્ત ફાઇલ અને ફોલ્ડરને આલ્ફાબેટ પ્રમાણે વ્યવસ્થિત કરી આપશે.
* સિસ્ટમમાં બે વીડિયો ડ્રાઇવર એટલે કે વીડિયો મીડિયા પ્લેયર અને વીએલસી પ્લેયર હોય તો વારાફરતી તેનો યુઝ કરવો જોઈએ. બંને એકસાથે ન ચલાવવાં જોઈએ.
* કોઈ નવા વિન્ડો સોફ્ટવેરને લોડ કરતા પહેલાં તેના જૂના વર્ઝનને ડીલિટ કરી નાખવાં જોઈએ.
* ઇન્ટરનેટથી એન્ટિ-વાઇરસ અને પ્રોગ્રામ ડાઉનલોડ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ, કારણ કે ડુપ્લિકેટ એન્ટિ-વાઇરસ પ્રોગ્રામને કરપ્ટ કરી શકે છે.
* જૂનાં સોફ્ટવેર પર નવા પ્રોગ્રામ્સને રન ન કરવા જોઈએ.
* નવા પ્રોગ્રામના હિસાબે સોફ્ટવેર લોડ કરી પોતાની સિસ્ટમને અપડેટ કરવી જોઈએ.
* જ્યારે એકસાથે ત્રણ સોફ્ટવેર પ્રોગ્રામ ચાલી રહ્યા હોય ત્યારે બની શકે તો ઇન્ટરનેટનો ઉપયોગ ટાળવો જોઈએ.
* સિસ્ટમ સ્લો થતાં વારંવાર કમાન્ડ આપવો જોઈએ, નહિતર કમ્પ્યુટર હેન્ગ થઈ શકે છે.
* કેટલીક પેન ડ્રાઇવમાં વાઇરસ હોવાથી તેને યુઝ કરતા પહેલાં જો તમારા કમ્પ્યુટરમાં એન્ટિ-વાઇરસ ન હોય તો પેન ડ્રાઇવને ફોર્મેટ કરી દેવી, પરંતુ ધ્યાન રહે કે ફોર્મેટ કરતી વખતે તમારો ડેટા ડીલિટ થઈ જાય છે.
* વચ્ચે વચ્ચે સિસ્ટમમાં ટેમ્પરરી ઇન્ટરનેટ ફાઇલને ડીલિટ કરી દેવી જોઈએ.